ભરૂચ : નેત્રંગમાં બે ગાય તથા એક વાછરડાને કતલખાને જતાં પોલીસે બચાવ્યાં

નેત્રંગ પોલીસે કતલના ઇરાદે લઇ જવાતી બે ગાય તથા એક વાછરડાંને બચાવી લીધાં છે.

New Update

નેત્રંગ પોલીસે કતલના ઇરાદે લઇ જવાતી બે ગાય તથા એક વાછરડાંને બચાવી લીધાં છે. પોલીસે પીકઅપ વાન સહિત 2.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નેત્રંગ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની જીપ જોઇને પીકઅપ વાન મુકી નાસી છુટયાં હતાં. પોલીસની ટીમે પીકઅપ વાનની તપાસ કરતાં તેમાં પાછળના ભાગે ક્રુરતા પુર્વક બાંધેલી બે ગાયો અને એક વાછરડું મળી આવ્યું હતું. પોલીસે ત્રણ ગૌવંશ અને પીકઅપ મળી કુલ 2.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઇ જવાના ઇરાદે વહન કરતા જણાય આવ્યાં છે. પોલીસે ફરાર થઇ ગયેલાં બંને ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.