Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સિનિયર આસીટન્ટની બદલીના વિરોધમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની રજુઆત

ભરૂચ : સિનિયર આસીટન્ટની બદલીના વિરોધમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની રજુઆત
X

દક્ષિણ ગુજરાત વીજ કંપની સિનિયર આસીટન્ટની બદલીના કારણે વિવાદમાં આવી છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે કર્મચારીની બદલીના વિરોધમાં ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેરને રજુઆત કરી છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર ડીજીવીસીએલમાં છ મહિના પહેલા જ ભરૂચ સર્કલથી સમીર ઠક્કર નામના સિનિયર આસીસ્ટન્ટને કામમાં ગેરરીતી કરવા બદલ તપાસ કરી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન ખાતે બદલી કરી દેવાઇ હતી. સમીર ઠકકરને કંપનીના નિયમ મુજબ એક વર્ષ થયેલ ન હોવા છતાં તેમજ ભરૂચ સર્કલમાં સિનિયર આસીસ્ટન્ટની કોઈ જગ્યા ખાલી ન હોવા છતાં ફરીથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડીવીઝનમાં બદલી કરવામાં આવી છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના આગેવાનોએ કરેલા આક્ષેપ મુજબ કંપનીના એચઆર હેડ હીનાબેન ચૌધરીએ નવા નિમણુંક પામેલા ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેકટરને ગેરમાર્ગે દોરી સત્ય હકીકતો છુપાવી આ બદલી કરાવી છે.

ગેરરીતી માટે જ્યાંથી બદલી કરવામાં આવેલ ત્યાં જ તે જ સ્થળે સિનિયર આસીસ્ટન્ટની જગ્યા ખાલી ન હોવા છતાં અને એચ.આર વડાની સીધી સત્તાઓ ન હોવા છતાં ડાયરેકટ કામગીરી પણ દર્શાવી કંપની ઈન્ટરસમાં ઓર્ડર કાઢવામાં આવ્યો છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના મહામંત્રી ચિરાગ શાહ સહિતના આગેવાનોએ ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર કેદારીયાને આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે.

Next Story