Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રન ફોર સેફટી હાફ મેરોથોન દોડનું આયોજન,કંપનીના કર્મચારીઓ જોડાયા

ભરૂચ: રન ફોર સેફટી હાફ મેરોથોન દોડનું આયોજન,કંપનીના કર્મચારીઓ જોડાયા
X

ભરૂચ ખાતે એસ.એમ.સી.સી.એ રન ફોર સેફટી હાફ મેરોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કંપની ના કર્મચારીઓ એ ભાગ લીધો હતો અને તેઓને સેફટી અંગે સમજ પુરી પાડવામાં આવી હતી.કર્મચારીઓના જીવનમાં અને કામો પર સલામતી માટે જાગૃતિ વધારવા ના હેતુસર સુમિતોમો મિત્સુઇ કન્સ્ટ્રક્શન ઇન્ડિયા લિ. દ્ધારા રન ફોર સેફટી હાફ મેરોથોન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.નર્મદા કોલેજ થી નવા નર્મદા બ્રિજ સુધી ૧૫ કી.મી.ની દોડમાં કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે જી.પી.એમ. ડી કામથે સુરક્ષા ના ઉપર વિશેષ સમજ પુરી પાડી હતી.તેમજ "સલામતી પ્રથમ,ફિટ ફર્સ્ટ અને સેફ્ટી મસ્ટ" ના સૂત્ર પર ખાસ ભાર મુક્યો હતો.એ.જી.એમ,એડમીન. એન્ડ એચ.આર એસ લેંકા દ્ધારા સમગ્ર કાર્યક્રમ નું સંકલન કરવામાં આવ્યુ હતુ.

Next Story