Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના તરસાલી ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામની પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ : ઝઘડીયાના તરસાલી ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામની પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યની જનતા પોતાના કામકાજ અર્થે જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના તરસાલી ખાતે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં ઇન્ચાર્જ મામલતદારની વિશેષ ઉપસ્થિતિમાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 56 જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી નગરજનોને સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તરસાલી ગામના આગેવાનો તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનયો હતો.

Next Story