New Update
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા જોલવા ગામના કોગ્રેસના સક્રિય 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખેસ પહેરાવી કાર્યકરોને આવકાર્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ જોલવા ગામ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. એકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી ખોટ વર્તાઇ શકે છે.