Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામે શાકોત્સવ ઉજવાયો, હરિભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે શાકોત્સવની ભાવભક્તિપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામે શાકોત્સવ ઉજવાયો, હરિભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે શાકોત્સવની ભાવભક્તિપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામે શાકોત્સવ ઉજવાયો, હરિભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા...

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામ ખાતે શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી વડતાલવાસી ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહરાજ, ભક્તિનંદન સ્વામી સર્વમંગલ સ્વામી તથા અંકલેશ્વર મંદિરના નિર્ભયચરણ સ્વામીના દિવ્ય સાંનિધ્ય વેળા ધાર્મિક માહોલમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઘોડાબગી સાથે નગરમાં ભવ્ય શોભાયાત્રા ગામના વિવિધ માર્ગો પરથી પસાર થતા સમગ્ર નગરનું વાતવરણ ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રા સભા સ્થળે પોહચતાં અતિથિ વિશેષોના હસ્તે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રવચન દરમ્યાન મહારાજ દ્વારા હરિભક્તોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોયાધામમાં 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને પ્રસાદ સ્વરૂપે શાક બનાવી ભક્તોને પ્રસાદ પ્રદાન કર્યો હતો. અંતમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Next Story