Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદ તાલુકાનાં ગામોમાં આચરાયેલ માટી ખનનના કૌભાંડમાં કસૂરવારો સામે ફરિયાદ નોંધાવવા જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ

આમોદ તાલુકાના સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી કૌભાંડ કરી તળાવને નર્કાગાર બનાવી દીધું

ભરૂચ: આમોદ તાલુકાનાં ગામોમાં આચરાયેલ માટી ખનનના કૌભાંડમાં કસૂરવારો સામે ફરિયાદ નોંધાવવા જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ
X

આમોદ તાલુકાના સરભાણ ગામે ગામ તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આમોદ તાલુકાના જ વાંતરસા ગામમાં પણ આવું જ માટી કૌભાંડ આચરાયું હતું.જેની પણ જિલ્લા વિકાસ અધિકારીએ નિમેલી ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરાતા આખરે જિલ્લા વિકાસ અધિકારીએ આ કામમાં કસુરવાર હોય તેવા લોકો સામે ફોજદારી ગુનો નોંધાવવા આમોદ તાલુકા વિકાસ અધિકારીને આદેશ કરતાં ગેરકાયદેસર માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી કૌભાંડ કરી માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું પણ ગેરકાયદે કટિંગ કરવામાં આવ્યું હતું.તેમજ આમોદ તાલુકાના વાંતરસા ગામે પણ આદિવાસી સમાજના સ્મશાન ગામની તલાવડી તેમજ ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ચોરી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું.ટીમના રિપોર્ટના આધારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ સરભાણ તેમજ વાતરસા ગામનામાટી કૌભાંડના કસૂરવારો સામે ફરિયાદ નોંધાવના આમોદ તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યા છે.

Next Story