Connect Gujarat
ભરૂચ

ભરૂચ: PM મોદીનાકાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને અધ રસ્તે એસ.ટી.બસમાંથી ઉતારી દેવાયા,જુઓ વિડીયો

નબીપૂર પાલેજ પાસે એસ.ટી બસ દ્રારા દરેક ગામનાં વિદ્યાર્થીઓને અધવચ્ચે હાઇવે પરજ ઉતારી મુમૂકાતા મામલો ગરમાયો હતો.

X

ભરુચથી નબીપૂર પાલેજ પાસે એસ.ટી બસ દ્રારા દરેક ગામનાં વિદ્યાર્થીઓને અધવચ્ચે હાઇવે પરજ ઉતારી મુમૂકાતા મામલો ગરમાયો હતો.

ભરૂચના નબીપુર પંથકના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દરરોજ પાલેજ નબીપુરથી ભરૂચ બસમાં અપડાઉન કરતાં હોય છે ત્યારે મંગળવારે દરરોજ બસમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને બસ ડ્રાઈવર દ્વારા દરેક ગામનાં વિદ્યાર્થીઓને અધવચ્ચે હાઇવે પરજ ઉતારી મુક્તા મામલો ગરમાયો હતો.જેથી વિદ્યાર્થીઓએ ડ્રાઈવર ને પુછ્યું કે કેમ મને અધવચ્ચે હાઇવે પર ઉતારી મૂક્યા ત્યારે ડ્રાઈવરે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના કાયૅક્રમમાં બસો ફાળવેલ છે અને બસ તેના નિયમીત રુટ પર નહિ જાય અને ડ્રાઈવર દ્રારા વિદ્યાર્થીઓ સાથે દુરવ્યવહાર કરી પોલીસ બોલાવાની ધમકી આપતા રોષે ભરાયેલ વિદ્યાર્થીઓ અને વિધ્યાર્થી આગેવાન યોગી પટેલે નબીપૂરથી આગળ બસ અટકાવી દીધી હતી.જેમાં આશરે 80 થી વધુ વિદ્યાર્થી તેમજ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ મામલો થાળે પાડયો હતો.

Next Story