ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો, 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો...

તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સમુહ લગ્નોત્સવમાં 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો..

New Update
ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો, 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સમુહ લગ્નોત્સવમાં 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો છે.

સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરકે સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે, ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠો સમુહ લગ્નત્સવ યોજાયો હતો. જેમાં 17 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઇને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ સમુહ લગ્નત્સવનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો આવ્યો હતો. ત્યારબાદ નાઅત શરીફ રજુ કરવામાં આવી હતી. સમુહ લગ્નત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થીત શયખુલ અસફીયા મોઇનુલ અવલિયા ખ્વાજએ ખ્વાજગાન હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના સાહબજાદા ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા. સમુહ લગ્નનુ મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યુ હતું કે, લગ્નમાં થતા કુરીવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમુહ લગ્નના માધ્યમથી નિવારી શકાય એમ છે. ત્યારબાદ હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના સાહબજાદા વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ આયોજીત સમુહ લગ્નમાં ઈસ્લામીક રીત રીવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઢાવવામાં આવ્યા હતા.

Latest Stories