Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગરની પુત્રીએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

સ્ટેટ મોનીટરીંગ સેલે ₹12 હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ: નેત્રંગના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગરની પુત્રીએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર
X

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગર અને તેની દીકરીએ પોલીસના ખાખા ખોળા અને તપાસ અટકાવવા હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.નેત્રંગના કેલ્વીકુવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલાબેન વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.મહિલાના ઘર અને બાજુમાં આવેલા જુના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલ દારૂ અને બિયરની 74 બોટલ મળી આવી હતી. જુના મકાનમાં રસોડામાં ખાડો ખોડી મહિલાએ માટલામાં બોટલો સંતાડી રાખી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલે ₹12 હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી કબોડીયા ગામેથી બાઇક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.દરોડા દરમિયાન મહિલા અને તેની દિકરીઓએ બુમરાણ મચાવી દીધી હતી. એક પુત્રી પ્રિયા ફીનાઇલ પી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફીનાઇલ પી જનારી યુવતીને 108 માં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ આટોપી લેવાનો વારો આવ્યો હતો.સમગ્ર મામલે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story