Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હજાત ગામના નાસતા ફરતા રીઢા આરોપી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો...

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસે પ્રોહિબિશન એક્ટમાં સંડોવાયેલ અને નાસતા ફરતા હજાત ગામના કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ : હજાત ગામના નાસતા ફરતા રીઢા આરોપી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો...
X

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસે પ્રોહિબિશન એક્ટમાં સંડોવાયેલ અને નાસતા ફરતા હજાત ગામના કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવર્ડ પોલીસનો સ્ટાફ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, શહેર અને તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર અંકલેશ્વર તાલુકાના હજાત ગામમાં ફરી રહ્યો છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ દરોડા પાડ્યા હતા, જ્યાં હજાત ગામના મંદિર ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તે પ્રોહિબિશન એક્ટના 3 ગુનામાં સંડોવાયેલ હોવાનુ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story