Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સીમરથા ગામે ભગવાન શ્રીરામજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન

આમોદ તાલુકાના સીમરથા ગામે વિવિધ ધાર્મિક વિધિ સાથે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામજીની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.

ભરૂચ : સીમરથા ગામે ભગવાન શ્રીરામજીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સીમરથા ગામે વિવિધ ધાર્મિક વિધિ સાથે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામજીની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.

આમોદ તાલુકાના સીમરથા ગામે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામજીની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર માહોલમાં યોજાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમ શ્રી રામચંદ્ર ભગવાન તથા જાનકીજી, લક્ષ્મણ તથા પવનપુત્ર હનુમાનજી, શ્રી ગણેશજી તેમજ શિવ પરિવારની મૂર્તિઓની વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે જ ગરબા, મહાઆરતી સહિતવિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તા આચાર્ય તરીકે સંદિપભાઈ (સુરત), પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના એમ.ડી. અજયસિંહ રણા, કિશોર પટેલ, રણછોડભાઈ ઉર્ફે કાકુજી,રણછોડ પટેલ, હરેશ પટેલ, હેમંત પટેલ, જીતુ પટેલ સહિત રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story