ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર -10 ની ખાલી પડેલી એક બેઠક માટે તારીખ 3 ઓકટોબરના રોજ ચુંટણી યોજાશે. આ ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ નકકી બની ગયો છે...
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નબર 10ની પેટાચૂંટણી માટે ભાજપ,કોંગ્રેસ અને એઆઈઆઈ એમ ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ભરૂચના વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના મહિલા સભ્ય અસમા શેખના મૃત્યુ ના કારણે ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી 3 જી ઓક્ટોબરના રોજ યોજાશે. ખાલી પડેલી બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને એઆઇએમઆઇએમના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ફાતિમા પટેલને ટીકીટ આપી છે. ફાતિમા પટેલે આજે પક્ષના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. કોંગ્રેસ તરફથી સાયરબાનુ શેખ તેમજ એઆઇઆઈએમમાંથી સાદીકાબીવી શેખે ચૂંટણી જંગ માં ઝપલાવ્યું છે.આમ એક બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતાં જંગ રસપ્રદ બન્યો છે...