Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના અણખી ગામ તળાવમાંથી ગ્રામજનોએ વધુ એક 7 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો...

અણખી ગામના તળાવમાંથી ફરી એકવાર મગર દેખા દેતા જીવદયા પ્રેમી સંદીપ સુજાણી તથા તેમની ટીમે વધુ એક 7 ફૂટ લાંબા મગરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો.

ભરૂચ : જંબુસરના અણખી ગામ તળાવમાંથી ગ્રામજનોએ વધુ એક 7 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો...
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામના તળાવમાંથી ગ્રામજનોએ વધુ એક 7 ફૂટનો મગર ઝડપી પાડ્યો હતો. બનાવના પગલે વન વિભાગે મગરનો કબ્જો મેળવી સલામત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

હાલ વરસાદી ઋતુમાં સરીસૃપો સહિત મગરો માટે જાણે જંબુસર તાલુકાના અણખી ગામનું તળાવ આશ્રય સ્થાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં આ ગામ તળાવમાં 6 જેટલા મગરો આવી ગયા છે. ગામ તળાવમાં મગરોના વસવાટથી ગ્રામજનોને નુકશાન ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગામ તળાવમાં પાંજરું મુકવામાં આવ્યું હતું. આ દરમ્યાન અણખી ગામના જીવદયા પ્રેમી અને ગ્રામ પંચાયત સદસ્ય સંદીપ સુજાણી તથા તેમની ટીમને તળાવમાં મગર દેખાતા તેઓએ ગામ તળાવમાંથી 2 દિવસ અગાઉ આશરે 7 ફુટ લાંબા મગરને પકડી પાડ્યો

આજે શનિવારના રોજ આ જ તળાવમાંથી ફરી એકવાર મગર દેખા દેતા જીવદયા પ્રેમી સંદીપ સુજાણી તથા તેમની ટીમે વધુ એક 7 ફૂટ લાંબા મગરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો. મગર પકડાયો હોવાની જાણ થતાં જ મગર જોવા માટે લોકટોળા ઊમટી પડ્યા હતા. બનાવની જાણ જંબુસર વન વિભાગને થતાં વન વિભાગના અધિકારીઓએ મગરનો કબ્જો મેળવી સલામત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

Next Story