Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મહારાષ્ટ્રથી કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રીનું સ્વાગત

અંદાજીત 1200 કિલોમીટર દૂર આવેલા આશાપુરા માતાના મઢ ખાતે દર્શનાર્થે જવા માટે સાયકલ ચલાવી પહોંચવાનું નિર્ધાર કર્યો

X

ભરૂચમાં સાયકલીસ્ટ યાત્રીનું કરવામાં આવ્યુ સ્વાગત

કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નિકળ્યા હતા સાયકલ સવારો

મહારાષ્ટ્રથી 1200 કિલોમીટરનું કાપશે અંતર

મહારાષ્ટ્રથી ગુજરાતના કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ આવી પહોંચ્યા હતા જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ મહારાષ્ટ્ર રાજ્યના અહેમદ નગરમાં કલ્પેશ પટેલ અને પરેશ પટેલ રહે છે.તેઓએ આ વર્ષે ગુજરાતના કચ્છમાં અંદાજીત 1200 કિલોમીટર દૂર આવેલા આશાપુરા માતાના મઢ ખાતે દર્શનાર્થે જવા માટે સાયકલ ચલાવી પહોંચવાનું નિર્ધાર કર્યો હતો.

જેથી આ બંને યુવાનોએ અહેમદ નગરથી સાયકલ લઈને આશાપુરા માતાના મઢમાં જવા નીકળ્યા હતાં. તેઓ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશી ભરૂચ જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સ્વેતા વ્યાસ,મદન મોર્યા અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ભરૂચ જિલ્લાના સાયકલીસ્ટો દ્વારા તેમની સન્માન કરવામાં આવતા બંનેના જુસ્સામાં વધારો થયો હતો.

Next Story