Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ખેતી લાયક જમીન બચાવોના સંદેશ સાથે દેશના પરિભ્રમણ પર નિકળેલ પશ્વિમ બંગાળના સાયકલીસ્ટનું કરાયું સ્વાગત

પરિમલ કાંજી જમીન બચાવોના સૂત્ર સાથે સમગ્ર દેશની યાત્રાએ નીકળ્યા છે

ભરૂચ: ખેતી લાયક જમીન બચાવોના સંદેશ સાથે દેશના પરિભ્રમણ પર નિકળેલ પશ્વિમ બંગાળના સાયકલીસ્ટનું કરાયું સ્વાગત
X

પશ્ચિમ બંગાળના પરિમલ કાંજી સાયકલ દ્વારા ભારતના બઘા જ રાજ્યમાં ફરી દરેક જગ્યાએ લોકોને ખેતી લાયક જમીન બચાવવા તથા શાંતિ માટે જાગૃતતા લાવવા ભારત ભ્રમણ માટે નિકળ્યા છે અને તેઓ ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેમનું ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ યાત્રા સરળતાથી પાર પડે તે માટે શુભેચ્છા પાઠવી હતી. પરિમલ કાંજી જમીન બચાવોના સૂત્ર સાથે સમગ્ર દેશની યાત્રાએ નીકળ્યા છે તેઓ સાયકલ પર 30 કિલો વજન લઈને ફરે છે અને દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં ખેતી લાયક જમીન બચાવવાનો સંદેશ આપે છે ત્યારે તેઓનું ભરુચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Next Story