ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશનો એક પરિવાર ઉમલ્લાથી રાજપીપળા તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન રાયસીંગપુરા ગામના નાળા પાસે પુર ઝડપે આવતી ટ્રકે પાછળથી ટક્કર મારતા બાઇક સવાર દંપતી માર્ગ પર પટકાયું હતું. જેમાં પતિની નજર સામે જ પત્ની અનિતા ડામોર તેમજ તેઓના પુત્ર વિકાસ ડામોરનું ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું. અકસ્માતની જાણ ઉમલ્લા પોલીસને થતા ઘટના સ્થળે પોહચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેદ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બિસ્માર માર્ગના કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભરૂચ:ઝઘડિયાના રાયસિંગપુરા ગામ નજીક અકસ્માતમાં પતિની નજર સામે જ પત્ની અને પુત્રનું મોત
પતિની નજર સામે જ પત્ની અનિતા ડામોર તેમજ તેઓના પુત્ર વિકાસ ડામોરનું ગંભીર ઇજાના પગલે મોત નીપજયું
New Update