ભરૂચ: યુવા કોંગ્રેસના કાર્યકરોની કેરળથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

મોંઘવારી સહિતના મુદ્દાઓના વિરોધમાં કેરળથી દિલ્હી સુધી નિકળેલ સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થયું હતું.

New Update

મોંઘવારી સહિતના મુદ્દાઓના વિરોધમાં કેરળથી દિલ્હી સુધી નિકળેલ સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થયું હતું. બેરોજગારી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અસહ્ય ભાવ વધારો, ખેડૂતોના બિલ, મહિલાઓ, લઘુમતીઓ તેમજ દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચાર ના વિરોધમાં કેરળથી દિલ્હી પાર્લામેન્ટ સુધી સાયકલ પર વિરોધ પ્રદર્શન કરી યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અંકલેશ્વરમાં આવી તેઓએ સૌપ્રથમ મર્હુમ અહેમદ પટેલની કબર પર જઈ ફુલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર પછી તેઓએ અહેમદ પટેલના ઘરની અને તેમના દ્વારા કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી.સદર કાર્યક્રમમાં કોંગ્રેસના યુવા નેતા શરિફ કાનુગા,વસીમ ફડવાલા,પ્રતિક કાયસ્થ તેમજ કાર્યકરો જોડાયા હતા

Advertisment