અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરના પાકનો મબલખ ઉતારો, સારો ભાવ મળતા જગતનો તાત હરખાયો...

ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે.

New Update
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરના પાકનો મબલખ ઉતારો, સારો ભાવ મળતા જગતનો તાત હરખાયો...

ઉનાળુ ડાંગરના પાકને સમયસર પાણી અને અનુકુળ હવામાન મળતા આ વર્ષે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરનો મબલખ પાક મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે. એક ઉનાળુ ડાંગર અને બીજો ચોમાસુ ડાંગર. હાલમાં ખેડૂતોએ ચોમાસુ ડાંગરના પાકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓ વચ્ચે ઉનાળુ ડાંગરના પાકનો ઉતારો સારો એવો આવ્યો છે. આ અંગે ખેડૂત જણાવ્યુ હતું કે, ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં થાય છે. ડાંગરના પાકનો ઉતારો આવ્યા બાદ વિવિધ મંડળીઓમાં ખેડૂતો દ્વારા ડાંગરનું વેચાણ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે ડાંગરના પાકનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Latest Stories