ભુજના બહુચર્ચિત રૂકસાના હત્યા કેસમાં આજે પરિવારજનોએ રૂકસાના ન્યાય રેલી યોજી પાઠવ્યું આવેદન

New Update
ભુજના બહુચર્ચિત રૂકસાના હત્યા કેસમાં આજે પરિવારજનોએ રૂકસાના ન્યાય રેલી યોજી પાઠવ્યું આવેદન
  • ભુજમાં 9 માસ પૂર્વે ગુમ થયેલી પરિણીતાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી હતી.
  • આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • પોલીસને ગુમરાહ કરવા આરોપી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા પત્ની ગુમ થયા હોવાની નોંધ કરાવી
  • પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી લઈ સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી

ભુજના બહુચર્ચિત રૂકસાના હત્યા કેસમાં આજે પરિવારજનોએ રૂકસાના ન્યાય રેલી યોજી ઝડપાયેલા આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભુજમાં 9 માસ પૂર્વે ગુમ થયેલી પરિણીતાની રહસ્યમય સંજોગોમાં લાશ મળતા ચકચાર ફેલાઈ હતી.રૂકસાના હત્યા કેસની જો વાત કરીએ તો તેના પતિએ જ તેની હત્યા નિપજાવી હતી.

આ કેસમાં પોલીસે સજાગતા વાપરી તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.રૂકસાનાના પતિ ઇસ્માઇલને કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોતા તેણે પત્નીની હત્યા નિપજાવી હતી અને પોલીસને ગુમરાહ કરવા આરોપી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા પત્ની ગુમ થયા હોવાની નોંધ કરાવી, સમાજને એકત્ર કરી રેલીઓ યોજી હતી અને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

જો કે , પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી લઈ સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છમાં રેર કેસ રહેલા આ હત્યાકેસમાં તમામને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.