Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ

Blog by Rushi Dave : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ, મુજસે મિલીએ કશ્મીર ફાઈલ્સ મેં.

બીજી મા સિનેમા : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ
X

સબસે બડી ચોટ, ગહેરી ચોટ અગર કહી પડી હૈ તો કશ્મીરમે પડી હૈ ઓર વહ ભી શ્રીમાન ફારૂખ અબ્દુલ્લાજી આપકે પિતાજી કી રાજનીતિ કે ચલતે હુઆ હૈ. શ્રીમાન ફારૂખ અબ્દુલ્લાજી આપકે બેટે કી રાજનીતિ કે ચલતે હુઆ હૈ.

ઈસ દેશમે કશ્મીર એક હી હે, જહાઁ સે પંડિતો કો ધર્મ કે આધાર પર નિકાલ દીયા ગયા, જો સૂફી પરંપરા કી ભૂમિથી ઈસકા આપને નીજી રાજનીતિ સ્વાર્થ કે લિએ સંપ્રદાયિકે રંગસે રંગ દિયા હૈ ઓર ઈસલિએ આપકો બયાન કરનેવાલે મોદી કો વોટ દેને વાલો કો દરિયામે ડૂબો દેને કી બાત કરતે હો, પહેલે આપકે પિતાજી, આપ, અબ આપકા બેટા કશ્મીર કી રાજનીતિ કો સારી દુનિયામે કોમી રંગ દેને કા પાપ કશ્મીર કી ધરતી પર આપને કિયા હૈ, ઓર ડૂબના હે તો કીસકો ડૂબના હૈ, ઓર જરા દર્પણ મે દેખ લો આપકે પિતાજી કા ચહેરા દર્પણ કે સામને ખડા કરકે સવાલ પૂછો, કશ્મીર કે પંડિતો કો કીસને ખદેડ દેને કા પાપ કિયા હે કી કિસ મુહસે દેશ કો બિનપ્રદાયિકતા કા ઉપદેશ દે રહે હૈ.

યે હમારા કમીટમેન્ટ હૈ 'સબકા સાથ સબકા વિકાસ' હમ ઈસી મંત્ર સે ચલેંગે ફારૂખ અબ્દુલ્લા સા'બ જેસે લોગ અનાપસનાપ બાતે કરે ઈસસે ગાડી ડીલે હોને વાલી નહી હૈ.

નમોની આ સિંહ ગર્જના છે. હવે વાંચો આગળ...

દેશના વડાપ્રધાન 'કાશ્મીર ફાઈલ્સ'ના દિગ્દર્શક, કલાકારોને રૂબરૂ મળી અભિનંદન આપે, માત્ર ગણતરીના દિવસોમાં મલ્ટીપ્લેક્ષના બધા શો હાઉસફૂલ થાય, જે કોઈ બહાર આવે તેમાના મોટા ભાગનાની છાતી ગર્વસે કહો હમ હૈ હિન્દુ હૈ, વંદે માતરમ્, ભારત માતા કી જય, જેવા દેશભક્તિના સૂત્રોથી ગજ ગજ ફૂલે. ફિલ્મ જોયા બાદ ઊંડા શ્વાસ લો, શાંતિથી વિચારો કે આટલી ક્રૂરતા, હિંસા, દેશની એક કોમ સામે ખુલ્લેઆમ બગાવત, મશીનગન, હેંડગ્રેનેડની આતશબાજી, પંડિત હોવું પુણ્ય કે પાપ ?, જેહાદ, ફ્રીડમ ફાઈટર, આક્રંદ, આક્રોશ, થીજેલા આંસુ, રેફયુજી કેમ્પ, પોલિટીશ્યન, બ્યુરોક્રેટ, જર્નાલીસ્ટ, પોલીસ, મિલીટરી, આ બધાની વચ્ચે ભીંસાતો કશ્મીરી પંડિત, હિન્દુ-મુસ્લીમ એકતા ક્ષણવારમાં ક્ષણભંગુર બને, સિનેમાનો પડદો લોહી નિગળતો રક્તરંજીત વારંવાર દેખાય, કશ્મીર ભાષામાં ગીતાના બોલ અંગ્રેજીમાં, તાદ્દશ થતાં રહે, સમજાય ના સમજાય, ધીરે ધીરે મગજની નસો વગર નશો કરે ફાટ-ફાટ થવા માંડે, આવી તો કઈ ફિલ્મ હોતી હશે ? હા ! આવી ફિલ્મ છે, જે મે જોઈ, આપે જોઈ, બીજા હજારો દર્શકો જોશે કારણ સવાલ છે મારી કોમનો, હું કોણ છું, હું માણસ નથી, હું નાગરિક નથી, હું માત્ર ને માત્ર પીડિત છું, અસહ્ય વેદના, અત્યાચાર, મહિલા છું તો મારી લાજ લૂંટાય ત્યારે કોઈ બચાવવા તૈયાર નથી અને જે સ્હેજ પણ પ્રયત્ન કરે તો એને એટલી ગોળી ધરબી દેવાય કે શરીર ચારણી બની જાય, કપાળમાં મશીનગનથી વારાફરતી 21 ગોળી મારવી સામે કશ્મીરી પંડિત, મહિલા કે બાળક છે તેનો કોઈ જાતનો ભેદ જોયા વગર અને આ 21 ધડાકા સાઉન્ડ ઈફેક્ટ સાથે કાનફાડી, છાતી સરસા ચંપાય ત્યારે દર્શક સમસમી ઊઠે અને નિ:શબ્દ બની જાય.

સ્ક્રીપ્ટ રાઈટર અને દિગ્દર્શકે પૂરેપૂરી કાળજી, ડોક્યુમેન્ટ્સ એકત્ર કરી ફિલ્મ બનાવે એટલે આ ખોટું છે એ કહી ન શકાય પણ આટલું બધુ નગ્નસત્ય બતાવીને દર્શકના મસ્તિષ્કના એકએક જ્ઞાનતંતુને આટલા ઉત્તેજીત કરવાની જરૂર ખરી ? પ્રશ્નનો ઉત્તર મળે, હા જરૂર છે. વર્ષો સુધી આંખ આડા કાન કરી, ભેદી મૌન સેવી, આડકતરી રીતે આર્થિક લ્હાણી કરી કશ્મીર પંડિતોને નિ:સહાય અને અપાહિજ દર્શાવવાનું પાપ કરનારાઓએ જનતાને દોજક બનાવી, ભારતની છબીને ખંડિત કરી તેને પુન: ઉજાગર કરવાનું બીડું ઝડપનાર ફિલ્મના કલાકારો જેના નામ લેવાની જરૂર નથી કારણ જન્મજાત કલાકારોની વણઝાર છે, આટલી વાસ્તવિકતા આ કલાકારો અભિનય દ્વારા રૂપેરી પડદે રજૂ કરી શકે એમાં શંકાને સ્થાન નથી.

શ્રી નરેન્દ્ર મોદીએ કશ્મીર અને ફારૂખ અબ્દુલ્લા વિષે જે શબ્દોમાં વાત કરી તે અક્ષરશ: શરૂઆતમાં આપે વાંચી એ વાંચતાં અંતે કઈક અધૂરું લાગે એવો 'કશ્મીર ફાઈલ્સ'નો અંત છે. જીવનમાં ક્યારેક અધૂરપ પણ જરૂરી છે.

Next Story