Connect Gujarat
બિઝનેસ

અદાણી ટોપ 5 અમીરોમાં,જાણો અંબાણી ક્યાં સ્થાન પર પહોચ્યા..?

દેશના બે મોટા અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની વચ્ચે સંપત્તિનું અંતર ફરી વધી ગયું છે.

અદાણી ટોપ 5 અમીરોમાં,જાણો અંબાણી ક્યાં સ્થાન પર પહોચ્યા..?
X

દેશના બે મોટા અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની વચ્ચે સંપત્તિનું અંતર ફરી વધી ગયું છે. બ્લૂમબર્ગ મિલેનિયર ઇન્ડેક્સની રેન્કિંગમાં ગૌતમ અદાણી 5માં સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિ 109 બિલિયન ડોલર છે. તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-10માંથી બહાર થઈ ગયા છે.

જે રેન્કિંગ સામે આવી રહ્યા છે તે મુજબ રેન્કિંગમાં 11 માં સ્થાને રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ 85.3 બિલિયન ડોલર છે અને વર્ષના આધારે તેમની સંપત્તિમાં 4.73 બિલિયન ડોલરનો ઘટાડો આવી ચુક્યો છે.વર્ષના આધારે જોઈએ તો અદાણીની સંપત્તિમાં 32.7 બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણી થી આગળ બિલ ગેટ્સ, બર્નાડ અર્નાલ્ટ, જેફ બેજોસ અને એલન મસ્ક છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ શેર 52 સપ્તાહની ઉચ્ચ સપાટીએ છે. અદાણી સમૂહની અન્ય કંપનીઓ પણ મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો નિકાસ પર ટેક્સ લગાવવાનો નિર્ણય બાદ વિકાવાલીનો માહોલ છે. પરંતુ પાછલા શુક્રવારે રિલાયન્સમાં સામાન્ય વધારો થયો અને શેરનો ભાવ 2401.55 રૂપિયા પર બંધ થયો હતો.

Next Story