Connect Gujarat
બિઝનેસ

સોનાના ભાવમાં આજે 0.13 ટકાની તેજી, જ્યારે ચાંદીમાં 0.26 ટકાનો ઘટાડો

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં તેજી આવી

સોનાના ભાવમાં આજે 0.13 ટકાની તેજી, જ્યારે ચાંદીમાં 0.26 ટકાનો ઘટાડો
X

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં તેજી આવી છે અને તે ચાંદીના રેટમાં સામાન્ય નરમાશ જોવા મળી રહી છે. આજે ફેબ્રુઆર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.13 ટકાની તેજી આવી ગઈ છે. ચાંદીની કિંમત 0.26 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.

ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાની કિંમત આજે 0.13 ટકાની તેજી સાથે 48, 312 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારીમાં ચાંદી 0.26 ટકા ગબડ્યી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 64, 640 રુપિયા છે.

ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 48, 312 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. હજં પણ 7888 રુપિયા સસ્તું મળી રહ્યું છે.

Next Story