સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા સતત ઘટાડા પર બ્રેક લગાવી હતી.બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. એક તરફ BSEના 30 શેરો ધરાવતો સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળીને 53,500ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 25 પોઈન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.
પ્રી-ઓપન સેશનમાં જ બજારમાં હરિયાળી જોવા મળી હતી. આજે બજાર ખુલતી વખતે સેન્સેક્સ 84.61 પોઈન્ટ એટલે કે 0.16 ટકાના વધારા સાથે 51,445.03 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 46.90 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 15,340.40 પર ટ્રેડ કરી રહ્યો છે.આજના ટ્રેડિંગ સેશનમાં હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 પોઈન્ટના 18 શેર લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં SUNPHARMA, HDFC Twins, HINDUNILVR, DRREDY, WIPRO, TITAN અને TCS નો સમાવેશ થાય છે.
પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 109.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,479.03 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 41.00 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 15,334.50 પર ખુલ્યો હતો. 6 સેશનમાં 52 સપ્તાહના નીચા સ્તરે ગયા બાદ શેરબજાર પુનઃ થોડું ઉપર આવી રહ્યું છે.