Connect Gujarat
બિઝનેસ

સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે,જાણો કઈ રીતે..

દેશમાં આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ આગામી હપ્તાનું વેચાણ પાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે.

સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે,જાણો કઈ રીતે..
X

દેશમાં આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ આગામી હપ્તાનું વેચાણ પાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે. આ હપ્તા માટે સોનાની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના આ પહેલો ઈશ્યુ હશે. રોકાણ સલાહકારો માને છે કે મંદીના ભય વચ્ચે સોવરેન ગોલ્ડ માં રોકાણ નફાકારક સોદો બની શકે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. તેની કિંમત સોનાના વજનમાં છે. જો બોન્ડ 10 ગ્રામ સોનાના હોય, તો બોન્ડની કિંમત 10 ગ્રામ સોનાની કિંમત જેટલી જ હશે. તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોના સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. જ્યારે ટ્રસ્ટ માટે મહત્તમ મર્યાદા 20 કિગ્રા છે.સોવરેન ગોલ્ડ બોન્ડ માં ઓનલાઈન એપ્લિકેશન અને ડિજિટલ પેમેન્ટ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે એક ગ્રામ સોના માટે તમારે 5,091ને બદલે માત્ર 5,041 રૂપિયા ચૂકવવા પડશે. ખાસ વાત એ છે કે આમાં ઈશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50 ટકા નિશ્ચિત વ્યાજ મળે છે, જે દર 6 મહિને તમારા ખાતામાં પહોંચે છે. જો કે, તેના પર સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે મંદીની આશંકા વચ્ચે વધતી જતી મોંઘવારી અને શેરબજારોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવાથી નફો મળી શકે છે. રૂપિયા સતત ઘસારાને કારણે પીળી ધાતુને ટેકો મળી રહ્યો છે. આગામી સમયમાં સોનું વધુ મોંઘુ થશે. તેથી સોવરેન ગોલ્ડ ખરીદવા માટે આ સારો સમય છે.

Next Story