Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં ઉતાર-ચઢાવ, સેન્સેક્સ-નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલ્યા

મંગળવારે શેર બજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી. પ્રી-ઓપન સેશનમાં જ માર્કેટમાં થોડી તેજી જોવા મળી હતી.

શેરબજારમાં ઉતાર-ચઢાવ, સેન્સેક્સ-નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલ્યા
X

મંગળવારે શેર બજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી. પ્રી-ઓપન સેશનમાં જ માર્કેટમાં થોડી તેજી જોવા મળી હતી. બજાર નરમ ખુલ્યા પછી પણ તેજી જળવાઈ રહી. BSE સેન્સેક્સ 150થી વધુ પોઈન્ટના વધારા સાથે 57,812.51 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 55.95 પોઈન્ટ એટલે કે 0.33%ના વધારા સાથે 17,269.55 પોઈન્ટ પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 57,621.19 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 17,213.60 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારો નજીવા વધારા સાથે ખુલ્યા છતાં બજાર અસ્થિર છે. ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સવારે 9.30 વાગ્યા સુધી સેન્સેક્સમાં 57,925.82 પોઇન્ટથી 57,481.52 પોઇન્ટની રેન્જ જોવા મળી હતી. એ જ રીતે નિફ્ટીમાં પણ 17,306.45 પોઈન્ટની ઊંચી સપાટી અને 17,176.20 પોઈન્ટની નીચી સપાટી જોવા મળી હતી. જો કે, અત્યારે માર્કેટમાં V-Shape રિકવરી દેખાઈ રહી છે. પરંતુ બજાર ખૂબ જ અસ્થિર રહી શકે છે.

Next Story