ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સિંધુને શુભેચ્છા પાઠવી હતી.

સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી. તેણે 21-7થી પ્રથમ ગેમ 16 મિનિટમાં જીતી હતી. બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. 20 મિનિટમાં 21-7થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here