દાહોદ : ગાંધી સંકલ્પ યાત્રા સહિત ભાજપનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

દાહોદ
જિલ્લાના ધાનપુર તાલુકાના પિપેરો ચોકડી નજીકથી ગાંધી સંકલ્પ પદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
હતો. દાહોદ શહેરની આર & એલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે આવેલા ત્રિવેણી મેદાનમાં
ગાંધી સંકલ્પ યાત્રા નિમિતે પ્રાર્થના
કરવામાં આવી હતી.
દાહોદ
જિલ્લા ગાંધી સંકલ્પ યાત્રા નિમિતે ત્રિવેણી મેદાન ખાતેથી શરૂ થયેલી પદયાત્રા દાહોદના સટેશન રોડ રેલ્વે ઓવર બ્રિજથી નવજીવન કોલેજ , છાપરી ખાતે ગાંધી સંકલ્પ યાત્રાની પુર્ણાહુતી કરી દાહોદ ભાજપનું નવું કાર્યાલય બનાવવા માટે
ભુમીપુજન કરાયું હતું. ત્રિવેણી મેદાન ખાતે ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજી નવા
વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ
પ્રસંગે દાહોદ
જિલ્લાના સાંસદ જસવંત સિંહ ભાભોર, ગુજરાત
રાજ્ય સરકારના ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી બચુ ખાબડ, દાહોદ જિલ્લાના જીલ્લા પ્રમુખ શંકર આમલિયાર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલરો, જીલ્લા અને તાલુકા સદસ્યો, સરપંચો તેમજ મોટી
સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.