Connect Gujarat
ગુજરાત

દાહોદઃ ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

દાહોદઃ ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત
X

રેલવે પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી

દાહોદ રેલવે સ્ટેશનની નજીક ડાઉન રેલવે લાઈન પર એક પ્રેમી જોડાએ સુપર ફાસ્ટ ટ્રેન આગળ પડતું મુકી મોતને વ્હાલુ કર્યુ હતું. રેલવે પોલીસે બન્નેની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ રેલવે સ્ટેશન પાસે પિલ્લર નંબર 540 /18 પાસે રેલવે લાઈન ઉપર સવારના સમયે ડાઉન લાઈન પરથી પસાર થતી હઝરત નિઝામુદીન રાજધાની એક્સપ્રેસ પસાર થવાના સમયે એક પ્રેમી પંખીડાએ પડતું મુક્યું હતું. ટ્રેન આવતાની સાથે જ બન્ને કૂદી પડતાં ટ્રેન પસાર થઇ જતાં બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે પ્રેમી યુગલનાં સ્થળ પર જ મોત થયું હતું. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહની તલાસી લેતાં તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોન તથા ફોટોના આધારે ઓળખ કરતાં મૃતકોનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ માટે પીએમ અર્થે દાહોદ સરકારી દવાખાને મોકલવામાં આવ્યા હતા.

Next Story