Connect Gujarat
Featured

દિલ્હી : કોરોનાની સ્થિતિ અંગે સોનિયા ગાંધીએ કોંગ્રેસનાં સાંસદો સાથે યોજી બેઠક

દિલ્હી : કોરોનાની સ્થિતિ અંગે સોનિયા ગાંધીએ કોંગ્રેસનાં સાંસદો સાથે યોજી બેઠક
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટીના સાંસદો સાથે ડિજિટલ બેઠક યોજી હતી જેમાં કોરોના વાયરસના બીજા લહેરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યત્વે વર્તમાન પરિસ્થિતિ સાથે કેવી રીતે કાર્યવાહી કરવી જોઇએ તે અંગે ચર્ચા કરી હતી. આ વર્ષે માર્ચમાં સંસદનું બજેટ સત્ર સમાપ્ત થયા બાદ કોંગ્રેસ સંસદીય પાર્ટીની આ પહેલી બેઠક હતી.

સોનિયા ગાંધીએ સીપીસીની બેઠકમાં કહ્યું હતું કે- કોવિડ-19 સામેની લડતમાં કોઈ રાજકીય મતભેદો નથી, આપણે એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને લડવું પડશે. મોદી સરકારે કોવિડ-19 પરિસ્થિતિ અંગે તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. સોનિયાએ કહ્યું હતું કે, "મહામારી સામે વધુ સારી રીતે લડવા માટે સામુહિક કાર્યવાહી, જવાબદારી નિશ્ચિત છે તેની ખાતરી કરવા માટે કોંગ્રેસ સ્થાયી સમિતિની બેઠક બોલાવવા માંગ કરે છે."

તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નિરાશાજનક કામગીરી બાદ પણ પાર્ટીના સાંસદોની બેઠક થઈ છે, જોકે કોંગ્રેસના સૂત્રો કહે છે કે આ બેઠક માત્ર કોરોના સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19 ના નવા 4,14,188 કેસ નોંધાયા પછી શુક્રવારે સંક્રમણનો કુલ આંકડો વધીને 2,14,91,598 થયો, જ્યારે 3,915 વધુ મોત કુલ સંખ્યા 2,34,083 પર પહોંચી ગયા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં 16,48,76,248 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં, 18-44 વર્ષની વય જૂથના 2.62 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે 4,12,262 ચેપનાં નવા કેસ નોંધાયા હતા અને 3,980 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે, કોવિડ -19 માંથી સ્વસ્થ થતાં લોકોનો રાષ્ટ્રીય દર 81.99 ટકા પર આવી ગયો છે.

Next Story