નેશનલ હાઇવે નંબર ૪૮ પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલા દેથાણ ગામ નજીક રિક્ષા અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણને ઇજાઓ થતાં ‍૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા પોલીસ સુત્રિય માહિતી અનુસાર ગત મોડી રાત્રીના દેથાણ ગામ નજીક એક નંબર વગરની રીક્ષામાં અંકલેશ્વરથી લુણાવાડા જઇ રહેલા પરિવારને આઇસર ટેમ્પો નંબર જીજે – ૧૮ એ યુ – ૭૮૧૭ ના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી રિક્ષાને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રિક્ષા ચાલક સુરપાલસિંહ ભૂરા પરમાર રહે. છાલૈયા મોડલિયા તા. વીરપુર જિ. મહિસાગરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર વિજય ધુળાભાઇ ખાંટ, વર્ષા વિજય ખાંટ તેમજ ફાલ્ગુની રણજીત ખાંટ તમામ રહે. છાલૈયા તા. વિરપુર નાઓને ઈજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.આ અકસ્માતમાં મોતને ભેટેલા રીક્ષા ચાલક સુરપાલસિંહના મૃતદેહનો પોલીસે કબ્જો મેળવી પી એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માત સંદર્ભે વિજય ધુરા ખાંટે આઇસર ટેમ્પો ચાલક વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here