Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : ઈ-મેમો નહીં ભરનાર 800 લાયસન્સ રદ્દ, 30 હજાર વાહનચાલકોને નોટિસ...

જો તમે ઈ મેમો નથી ભર્યો તો ભરી દેજો કારણ કે, અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે.

અમદાવાદ : ઈ-મેમો નહીં ભરનાર 800 લાયસન્સ રદ્દ, 30 હજાર વાહનચાલકોને નોટિસ...
X

જો તમે ઈ મેમો નથી ભર્યો તો ભરી દેજો કારણ કે, અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. તા. 26 જૂને લોક અદાલત કાર્યક્રમમાં પણ ઇ-મેમો ભરી શકાશે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરાયા છે. વધુમાં ઇ-મેમોને લઈને ગુજરાત HCની ટકોર બાદ અમદાવાદ-રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા હતા. જે અંતર્ગત રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેક્ટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરુદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ હાઇકોર્ટ સૌથી મોટી ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો ઇ-મેમો નહીં ભરનાર સામે ગુજરાત હાઈકોર્ટે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી હતી. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી હતી. તા. 26 જૂનના રોજ લોક અદાલતમાં ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનાર વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરશે. જોકે, જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.

Next Story