Connect Gujarat
ધર્મ દર્શન 

આજથી મુસ્લિમ સમાજના પવિત્ર મહોરમ માસનો પ્રારંભ, વાંચો મહિમા

આજથી મુસ્લિમ સમાજના પવિત્ર મહોરમ માસનો પ્રારંભ, વાંચો મહિમા
X

ઈસ્લામિક કેલેન્ડર અથવા હિજરી કેલેન્ડરના પહેલા મહિના મોહરમ થી નવું વર્ષ શરૂ થાય છે. રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. હિજરી કેલેન્ડરમાં 354 અથવા 355 દિવસ છે. એટલે કે તેમાં ગ્રેગેરિયન કેલેન્ડર કરતાં લગભગ 11 દિવસ ઓછા છે. આ વખતે અંગ્રેજી કેલેન્ડર મુજબ મોહરમનો મહિનો 10 ઓગસ્ટથી શરૂ થશે. જેના 10મા દિવસે આશૂરા હોય છે.

તે દિવસે મોહરમ મનાવાય છે.ચાલુ વર્ષે 19 ઓગસ્ટના રોજ મોહરમ મનાવાશે. મોહરમમાં કર્બલાના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. મુસ્લિમો મોહરમની 9 અને 10મી તારીખે રોજા રાખી ઈબાદત કરે છે. આ દિવસે મસ્જિદોમાં હઝરત ઇમામ હુસૈનની શહાદત પર તકરીર થાય છે. શિયા અને સુન્ની બંને મુસ્લિમ સમુદાયના લોકો આ પર્વને પોતાની રીતે મનાવે છે.

મોહરમ કોઈ તહેવાર કે આનંદનો મહિનો નહીં પણ માતમ અને દુઃખનો મહિનો છે. લગભગ 1400 વર્ષ પહેલા આ મહિનામાં અસત્ય અને અન્યાય સામે ન્યાયની લડત લડવામાં આવી હતી. તે યુદ્ધ અને તેમાં શહીદ થયેલાને આ પવિત્ર મહિનામાં યાદ કરવામાં આવે છે. અંતિમ પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. આ મહિનામાં તાજીયા અને જૂલુસ કાઢવાની પરંપરા છે. મોહરમનો મતલબ હરામ એટલે કે પ્રતિબંધિત થાય છે.

આ મહિનામાં યુદ્ધ કરવું હરામ માનવામાં આવે છે.જેથી તેનું નામ મોહરમ રખાયું છે. આ તકે શહીદીનો ઉલ્લેખ કરાય છે અને તકરીર કરવામાં આવે છે. આ પ્રકારે મુસ્લિમો શહીદીની ઘટના યાદ કરે છે અને ઈબાદત કરે છે. મોહરમમાં ખીચડો બનાવવાની પરંપરા છે. આ સાથે જ શરબત, હલવો અને ફળ જેવી વસ્તુઓ ગરીબોને આપવામાં આવે છે.

Next Story