રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે શુભ, જાણો શુભ મુહૂર્ત

પંચાંગ ભેદને કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઉજવાશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે.

New Update

આગામી 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ અને રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રાનો સાયો રહેવાનો છે. શનિદેવની બહેન ભદ્રાના સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં.

રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય તો એ સમયગાળામાં રાખડી બાંધવી જોઈએ નહીં. આ વખતે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે 11.08 વાગ્યાથી શરૂ થશે. પૂનમ બીજા દિવસે, એટલે 12 ઓગસ્ટના રોજ સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. એ પછી શ્રાવણનો વદ પક્ષ શરૂ થઈ જશે. પંચાંગ ભેદને કારણે અનેક ક્ષેત્રોમાં 12 ઓગસ્ટના રોજ પણ રક્ષાબંધન પર્વ ઉજવાશે. 11 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રા રહેશે. ભદ્રા રાત્રે 8.30 વાગ્યા સુધી રહેશે. એ પછી જ રાખડી બાંધવી જોઈએ. આ દિવસે રાત્રે 8.30 વાગ્યાથી 9.55 વાગ્યા સુધી ચર નામનું ચોઘડિયું રહેશે. આ સમયે રાખડી બાંધવી વધારે શુભ રહેશે.