વડોદરા : તીર્થક્ષેત્ર ચાંદોદથી પવિત્ર નર્મદા જળને કાવડમાં લઈ પગપાળા યાત્રાનો શિવભક્તો દ્વારા પ્રારંભ કરાયો...

કાવડ યાત્રાની વર્ષોની પરંપરાને જાળવી રાખી વડોદરા શહેરમાં વસેલા ઉત્તર ભારતીય શિવભક્તો ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા

New Update

વડોદરાના 100 ઉપરાંત કાવડ યાત્રીઓ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈને પગપાળા શહેરના મોટનાથ મહાદેવ મંદિર જવા રવાના થયા હતા. આગામી તા. 29 જુલાઇ શુક્રવારથી શિવ આરાધનાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કાવડ યાત્રાની વર્ષોની પરંપરાને જાળવી રાખી વડોદરા શહેરમાં વસેલા ઉત્તર ભારતીય શિવભક્તો ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા. જેમાં 100 ઉપરાંત કાવડીયાઓએ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે પવિત્ર નર્મદા સ્નાન અને પૂજન-અર્ચન કરી કળશમાં નર્મદા જળ ભરી બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે પગપાળા વડોદરા જવા રવાના થયા હતા. તમામ કાવડયાત્રીઓ શ્રાવણના પ્રારંભે વડોદરાના મોટનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાભેર શિવજીને નર્મદા જળનો જળાભિષેક કરી ધન્યતા અનુભવશે...

Latest Stories