Connect Gujarat
ધર્મ દર્શન 

ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે ? જાણો આ સાથે જોડાયેલ રોચક કથા...

હિંદુ કેલેન્ડર મુજબ, તે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે.

ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે ? જાણો આ સાથે જોડાયેલ રોચક કથા...
X

ગુડી પડવો એ મહારાષ્ટ્રમાં મનાવાતો મહત્વનો તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, તે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. તે મરાઠી લોકો માટે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ દિવસે મરાઠી સમુદાયના લોકો સમૃદ્ધિના પ્રતીક ગણાતી ગુડીને તેમના ઘરની બહાર સ્થાપન કરે છે અને તેની પૂજા કરીને ગુડી પડવાની ઉજવણી કરે છે. એવું માનવામાં આવે છે કે આ પરંપરા આખું વર્ષ સુખ, સફળતા અને સમૃદ્ધિ લાવે છે.

આ વર્ષે ગુડી પડવો મંગળવાર, 9 એપ્રિલ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. તે હિન્દુ નવા વર્ષની વિક્રમ સંવત 2081 અને શુભ ચૈત્ર નવરાત્રીની શરૂઆત સાથે પણ એકરુપ છે. ઉગાડી, ચેટીચંદ અને નવ સંવત્સર જેવા વિવિધ નામોથી ઓળખાતો આ તહેવાર ચૈત્ર પ્રતિપદાના તહેવારોની શરૂઆત કરે છે.

ગુડી પડવાનો અર્થ :-

ગુડી એટલે ધ્વજ અને પ્રતિપદા તિથિને પડવો કહેવાય છે. તે રવિ પાકની લણણીનું પ્રતીક છે. એવું કહેવાય છે કે આ તે દિવસ છે જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી. આ દિવસ મહારાષ્ટ્રમાં ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં, મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જીતની યાદમાં ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે. લોકો તેને પોતાના ઘરની બહાર વિજય ધ્વજની જેમ ફરકાવે છે. આ તહેવાર હિંદુઓની જીત અને સમૃદ્ધિનું પ્રતિક છે.

ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? :-

સ્ત્રીઓ નિત્ય કામ માથી ફ્રી થયા પછી સુંદર ગુડીઓથી તેમના ઘરને શણગારે છે, જે શુભ શરૂઆત દર્શાવે છે. ગુડી પરંપરાગત રીતે વાંસની લાકડીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જેની ઉપર ઊંધી ચાંદી, તાંબુ અથવા પિત્તળનું પાત્ર મૂકવામાં આવે છે. આ પછી, તેને કેસરી રંગના કપડા, લીમડા અથવા આંબાના પાંદડા અને ફૂલોથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઊંચા સ્થાને મૂકવામાં આવે છે.

આ ઉપરાંત લોકો તેમના પ્રવેશદ્વારને રંગબેરંગી રંગોળીઓથી શણગારે છે અને પ્રસાદ તરીકે પુરણ પોળી અને શ્રીખંડ જેવી વિશેષ વાનગીઓ તૈયાર કરે છે.

Next Story