Connect Gujarat
ગુજરાત

''કેવી રીતે ભણશે ગુજરાત?'', એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે!

કેવી રીતે ભણશે ગુજરાત?, એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે!
X

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે પ્રારંભ થયેલી સુરત મનપા સંચાલિત શાળામાં વર્તાઈ રહી છે શિક્ષકોની ઘટ

શિક્ષક વગરનું શિક્ષણ? જી હાં સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાઓમાં શિક્ષક વગર જ બાળકો શિક્ષણ લઈ રહયાં છે. સુરત મહાનર નગર પાલિકા દ્વારા શહેરમાં કુલ ૩૩૯ શાળાઓ ચલાવામાં આવે છે. જેમાં ગુજરાતી, મરાઠી, ઉર્દુ, તેલગુ, હિન્દી, ઉડિયા, અંગ્રેજી સહિત માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તો શિક્ષણ માટે જરૂરી પૂરતા સાધનો પણ નથી. અહીં વાત કરવી છે એક અનોખી શાળાની જ્યાં વિદ્યાર્થીઓ જાતે જ ભણે છે અને પાછલા ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવે છે.

ત્યારે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે''કેવી રીતે ભણશે ગુજરાત? ''

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઇ અનેક મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. પણ એ જાહેરાતો માત્ર કાગળ પરજ હોય તેમ લાગી રહયું છે. કારણ કે સુરતનાં ભેસ્તાન-વડોદ ગામ પાસે આવેલી મનપા સંચાલિત શ્રી બિપીનચંદ્ર રામચંદ્ર પાલ શાળા આવેલી છે. આ શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકોની ઘટ વર્તાય છે. વર્ષ ૨૦૧૫ માં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી મનપા સંચાલિત બિપીનચંદ્ર રામચંદ્ર પાલ શાળામાં કુલ ૧૦૬૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જયારે ૧૦૬૪ વિદ્યાર્થીઓ ને ભણાવવાનો ભાર માત્ર પાંચજ શિક્ષકોનાં શીરે છે. તેમાંથી પણ ચાર કામ ચલાઉ શિક્ષકો છે.

શાળામાં શિક્ષકો નહિં હોવાથી વિદ્યાર્થીઓ જાતે જ અન્ય ક્લાસનાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.કનેક્ટ ગુજરાતની ટીમે શાળાની મુલાકાત કરી ત્યારે ચોંક્વનારા દ્રશ્ય સામે આવ્યા. ધોરણ ૧ અને ૨ નાં વિદ્યાર્થીઓને ધોરણ ચારમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે ધોરણ 3 થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને ક્લાસમાં જ અભ્યાસ કરતા કોઈક એક વિદ્યાર્થી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ બાબતે શાળામાં ભણાવતા વિદ્યાર્થીઓને પુછાતાં તેમને જણાવ્યું હતું કે, અમારી શાળામાં શિક્ષકો ન હોવાના કારણે સવાર થી લઈને બપોર સુધી અમારે બીજા વિદ્યાર્થીઓને ભણાવું પડે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉભો થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત,,,,,,?

શાળામાં શિક્ષક ન હોવાના કારણે અનેક વાલીઓ પોતાનાં બાળકને નામ શાળામાંથી પ્રવેશ રદ દરાવી પ્રાઈવેટ શાળામાં દાખલ કરવા મજબુર બની રહયા છે. જ્યારે અનેક વાલીઓની આર્થિક પરીસ્થિતિ નબળી હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને મજબુરીમાં અહીં ભણાવી રહયા છે. શાળામાં કોમ્પ્યુટર કલાસ તો છે પણ કોંપ્યુટર જ નથી.

સરકાર ડીજીટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીની વાતો કરતી હોય છે. ત્યારે શાળામાં સ્માર્ટ કલાસની વાત વચ્ચે અહીં તો કોમ્પ્યુટર પણ નથી. એટલે મનપા સંચાલિત બિપીનચંદ્ર રામચંદ્ર પાલ શાળામાં કોમ્પ્યુટર ખંડ તો બનાવ્યો પણ સરકાર કોંપ્યુટર મુકવાનું ભૂલી ગઈ. કનેક્ટ ગુજરાતની ટીમે કોમ્પ્યુટરનું નરિક્ષણ કરતાં કલાસ રૂમની બહાર કોમ્પ્યુટર ખંડનું બોર્ડ મારેલું હતું. પણ કોમ્પ્યુટર ખંડ ખાલી જોવા મળ્યો હતો.

આ સમગ્ર સમસ્યાને લઇ વોર્ડ નબર ૨૯ નાં સ્થનિક નગર સેવક ભારતી બેન તિવારી દ્વારા મનપાનાં શાસનઅધિકારી, મેયર, સહીત અનેક નેતાઓને રજુવાત કરવામાં આવી છે. સુરતમાં કુલ ૯૦૦ જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. શિક્ષકોની ઘટને લઇ શિક્ષણ સમિતિ વિરોધ પક્ષનેતા સુરેશભાઈ એ જણાવ્યુ હતું કે, આ બાબતે અમે અનેક વખત રજુઆત કરી છે. સુરતમાં કુલ ૩૩૯ સરકારી નગર પ્રાથામિક શાળઓ આવેલી છે. જેમાં ૯૦૦ જેટલા શિક્ષકોની ઘટ વર્તાય છે. તેની સામે આજ રોજ ૧૦૦ જેટલા શિક્ષકોની ભરતી કરવમાં આવી છે.

આ બાબતે શિક્ષણ સમિતિ અધ્યક્ષ હસમુખભાઈ એ જણાવ્યું હતું કે, શિક્ષકોની ઘટ છે. આ બાબત અમારા ધ્યાને છે. અગાઉ એમે પ્રવાસી શિક્ષકોનું આયોજન કર્યું હતું. પણ નામદાર હાઇકોર્ટ દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂંક ઉપર સ્ટે મૂકતાં અમે હાલ પ્રવાસી શિક્ષક મૂકી શકતા નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે ૨૯૫ નવા શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેમાં નિમણુક થયે સરકાર ટુકમાં સમય નવા શિક્ષકો આપશે.

Next Story