સરકારના શિક્ષણ વિભાગને લઇ 3 મોટા નિર્ણયો,જાણો શું જાહેરાત કરાઇ..?

સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમ પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે

New Update

સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમ પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે.લોન યોજના ની જોગવાઇમાં ફેરફાર કરી એક વર્ષ કે તેથી વધુ સમયના અભ્યાસક્રમમાં યોજનાનો લાભ મળશે તેવી જાહેરાત કરવામા આવી છે. એક જ પરિવારમાં વધુમાં વધુ 2 વિદ્યાર્થી જ લાભ લઇ શકશે.સરકારના શિક્ષણ વિભાગને લઇ 3 મોટા નિર્ણયો,જાણો શું જાહેરાત કરાઇ..?Gujarat

Advertisment

તો બીજીબાજુ રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહી થી લઈને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળા સામે દંડનીય કાર્યવાહી ની જોગવાઈ કરવામાં આવશે. એટલું જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળા સામે પહેલી વખત માં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

Advertisment