Connect Gujarat
શિક્ષણ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેમને મળશે શિષ્યવૃતિ

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશન નો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તેમને મળશે શિષ્યવૃતિ
X

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશન નો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલની રસીકરણ નો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારે બીજી તરફ રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઇને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. તો ગાંધીનગરની શેઠ જે.એમ.ચૌધરી શાળામાં તરુણોના વેક્સિનેશન નો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રારંભ કરાયો છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિવ્યાંગ બાળકો માટે મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, અમારી સરકારે દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃતિ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જે બાળકો 40 ટકા જેટલા દિવ્યાંગ હશે, તેમને પણ સરકાર તરફથી શિષ્યવૃત્તિ નો લાભ મળશે. અત્યાર સુધી જે વિદ્યાર્થી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ શિષ્યવૃતિનો લાભ મળતો હતો. જો કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધેલા નિર્ણય મુજબ જે વિદ્યાર્થી 40 ટકા પણ દિવ્યાંગ હશે તેઓને શિષ્યવૃતિ મળશે.રાજ્યમાં 5,69,000 જેટલા બાળકો 40 ટકાથી વધુ દિવ્યાંગ કેટેગરીમાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 2,82,000 દિવ્યાંગોને ટકાવારીના કાર્ડ મળી ચૂક્યાં છે. કોરોનાના કારણે જે દિવ્યાંગોને આ કાર્ડ ના આપવામાં આવ્યું હોય, તેમને પણ વિશેષ ઝૂંબેશ હેઠળ આ કાર્ડ મળી જશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે.

Next Story