Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ: શાળાઓનું ફરમાન, બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવું ફરજિયાત

શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ: શાળાઓનું ફરમાન, બાળકો જ નહીં વાલીઓએ યોગ્ય કપડાં પહેરીને આવવું ફરજિયાત
X

શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને શાળા દ્વારા મેસેજ કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે વાલીઓએ નાઇટગાઉન, શોર્ટસ પહેરીને શાળાએ ન જઇ શકે. આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યો કે શાળા કેમ્પસ પર વાલીઓએ યોગ્ય કપડા પહેરીને આવવું. શાળા એક મંદિર છે જ્યાં નાઇટ ડ્રેસ અને શોર્ટ્સ પહેરીને ન આવી શકાય. કેટલીક સ્કૂલોએ સહમતિથી આ નિર્ણય કર્યો છે. અમૃત જ્યોતિ સ્કૂલ સિવાય ઉદ્ગમ, ત્રિપદા ઈંગ્લિશ સ્કૂલ, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પણ વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે.

તમારા બાળકને શાળાએ મૂકવા જાઓ છો તો તમારે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ પડશે. જે રીતે બાળક શાળાએ જતા સ્કૂલ યુનિફોર્મ પહેરે છે તે રીતે વાલીઓએ પણ પોતાના કપડાને લઇને ખાસ ધ્યાન રાખવું પડશે. જી, હા અમદાવાદની કેટલીક શાળા દ્વારા શાળાએ મૂકવા આવતા વાલીઓના કપડાને લઇને કેટલાક નિયમો બનાવ્યા છે.

Next Story