Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : નારાયણ વિધાલયના શિક્ષકોનું 14મુ જ્ઞાનસત્ર યોજાયું, વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું

નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ : નારાયણ વિધાલયના શિક્ષકોનું 14મુ જ્ઞાનસત્ર યોજાયું, વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું
X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

નારાયણ વિદ્યાલય શાળાના શિક્ષકો સતત નવા જ્ઞાનથી અપડેટ અને અપગ્રેડ રહેલ તથા વૈદિક પ્રહારો સાથે તાલ મિલાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરી આગળ વધવા માટે પ્રેરિત કરતા રહે તેવા હેતુસર જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ગખંડના શિક્ષણ કાર્યને વધુમાં વધુ પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠતા પ્રગટાવવા માટે 62 શિક્ષકોએ વિવિધ 62 વિષય ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે શાળામાં શિક્ષક તરીકે વર્ષોથી ફરજ બજાવી નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવા, જિલ્લા કાનૂની સેવા ભરૂચના સેક્રેટરી જે.ઝેડ.મહેતા, શિક્ષણ નિરક્ષર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંગીતા મિસ્ત્રી, દિવ્યેશ પરમાર, નારાયણ વિદ્યાલયના આચાર્ય ભગુ પ્રજાપતિ અને શાળાના ટ્રસ્ટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી જીવનમાં શિક્ષકોનો પ્રભાવ અને દેશના વિકાસમાં શિક્ષકોના યોગદાન બાબતે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર સત્યમ બી.એડ. કોલેજના પ્રોફેસર નિલેશ ઉપાધ્યાય, મુનશી મહિલા બી.એડ. કોલેજના પ્રોફેસર અદિતિ શુક્લા પ્રોફેસર તથા ખરોડ બી.એડ.કોલેજના પ્રોફેસર જયંતકુમાર શાહ ઉપસ્થિત રહી શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી હતી.

Next Story