ભરૂચ: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ચાલે છે સુવીણા ગુરુકુલમ વર્ગો

કુલ છ ગામોમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવિણા ગુરુકુલમ વર્ગોમાં તદ્દન નિ:શુલ્ક રીતે  શિક્ષણ  સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.

New Update
અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા
ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વિદેશથી પધારેલા પ્રોફેસર સ્વાતિબહેન દેસાઈએ સુવીણા ગુરુકુલમ વર્ગોની  મુલાકાત લીધી હતી. ભરૂચ તાલુકાના ત્રાલસા ,પાદરીયા પીપરીયા ,બોરી કુવાદર, હળદર આમ  કુલ છ ગામોમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો માટે સુવિણા ગુરુકુલમ વર્ગોમાં તદ્દન નિ:શુલ્ક રીતે  શિક્ષણ  સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
સ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા
અસ્મિતા સંસ્થાના સ્થાપક  પ્રવીણભાઈ પટેલ તથા અરુણાબેન પટેલના અંગત મિત્ર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છેવટે તેઓએ બાળકો સાથે મુલાકાત કરી આધુનિક ટેકનોલોજી ,મોબાઈલ વગેરેનો યોગ્ય પ્રમાણમાં સદુપયોગ કરવા અંગે સવિસ્તાર સમજ આપી. વાર્ષિક પરીક્ષા માં ઉચ્ચ નંબર ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકોને પ્રોત્સાહનના હેતુસર ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Latest Stories