ICSE ધોરણ 10નું રિઝલ્ટ જાહેર,99.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા..

આ વર્ષે આઈસીએસઈ બોર્ડની પરીક્ષા માટે 70,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું પરિણામ આજે વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

New Update

કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (ICSE) એ 17 જુલાઇ, રવિવારે ICSE 2022નું રિઝલ્ટ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) એટલે કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે બેઠા હતા તેઓ હવે સીઆઇએસસીઇ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cisce.org પર જઇને પોતાનું રિઝલ્ટ ચકાસી શકે છે. રિઝલ્ટ તપાસવા માટે વિદ્યાર્થીઓને તેમના રોલ નંબરની જરૂર પડશે. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે તમારુ રિઝલ્ટ ચેક કરી શકો છો. આ વર્ષે આઈસીએસઈ બોર્ડની પરીક્ષા માટે 70,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું પરિણામ આજે વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે, ICSE દ્વારા 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.