Connect Gujarat
શિક્ષણ

આવતીકાલે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા, LRD પરીક્ષા માટે એસટીની વિશેષ વ્યવસ્થા કરાઇ

આવતીકાલે રોજ લોક રક્ષક દળની લેખિત પરીક્ષા છે. આ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્ર છે.

આવતીકાલે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા, LRD પરીક્ષા માટે એસટીની વિશેષ વ્યવસ્થા કરાઇ
X

આવતીકાલે રોજ લોક રક્ષક દળની લેખિત પરીક્ષા છે. આ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્ર છે.પરીક્ષાર્થીઓને બહારગામથી પરીક્ષા કેન્દ્રના શહેર સુધી પહોંચવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષાર્થીઓ જવા-આવવા માટે બસ મળી રહે તે માટે નિગમે વધારાની બસ દોડાવવાનું આયોજન કર્યુ છે. જેના અનુસંધાને દરેક ડિવિઝનને સુચના આપી દેવામાં આવી છે.બસ સ્ટેશન પરથી પેસેન્જરને લેતી વખતે પરીક્ષાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેમજ માર્ગમાં પરીક્ષા કેન્દ્ર આવતા હોય તો પરીક્ષાર્થી કહે ત્યાં બસ રોકી ઉતારી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.એસટી નિગમના અધિકારીઓ દ્વારા દરેક વિભાગના ડેપો મેનેજરને હેડ ક્વાર્ટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. દરેક બસ સ્ટેશન પર લોક રક્ષક દળની પરીક્ષાના ઉમેદવાર આવે તો તેના માટે શિડ્યૂલ બસ છે.

આખી બસના પરીક્ષાર્થી થાય તો એક્સ્ટ્રા બસનું અયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરીક્ષાર્થી બસમાં બેસવા માટે પ્રથમ પસંદગી આપવા માટે પણ જાણ કરવામાં આવી છે, પરીક્ષાર્થી કોઈ પણ સિટીમાં પરીક્ષા કેન્દ્રની નજીક ઉતરવા માંગતો હોય તો ફરજ પરના ક્રૂએ તેને ઉતારવાનો રહેશે. જે ભાડું નિયત કરવામાં આવ્યું તે જ લેવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમે પૂરતી મદદ કરવામાં આવે તેવી તમામ વિભાગીય નિયામકને સૂચના આપવામાં આવી છે.

Next Story