ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની વધી શકે છે મુશ્કેલી ! જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું NCBનું આયોજન

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો આર્યનના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહ્યું છે

New Update

ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દિકરા આર્યનખાનની મુશ્કેલી વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો આર્યનના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહ્યું છે. મહત્વનું છે કે, 28 ઓક્ટોબરે તેને મુંબઈ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.23 વર્ષીય આર્યનને NCBએ 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. એક લાખ રૂપિયાની બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર NCBના મોટા અધિકારીઓ અત્યારે મુંબઈ હાઈકોર્ટના ઓર્ડર પર કાયદાકીય સલાહ લઈ રહ્યા છે,

Advertisment

માનવામાં આવી રહ્યું છે કે, વહેલી તકે એનસીબી દ્વારા આ જામીનને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ઉચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલી શરતો અનુસાર આર્યને એનડીપીએસ અદાલતમાં તેનો પાસપોર્ટ જમા કરાવ્યો છે. સાથે જ તેને કોર્ટની પરવાનગી વિના ભારત છોડવાની મંજૂરી આપી નથી. આર્યન ખાન 19 નવેમ્બરે NCB અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. આ કેસમાં આર્યનની આ ત્રીજી સાપ્તાહિક હાજરી હતી.NCB ઓફિસમાં હાજર થયા બાદ આર્યન દિલ્હીથી આવેલી એજન્સીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ પણ હાજર થયો હતો જે હવે આ મામલે તપાસ કરી રહી છે. NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ અત્યાર સુધીમાં 12થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, ટીમ તપાસની ગતિ અને દિશાથી સંતુષ્ટ છે. સિંઘ વિજિલન્સ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.

Advertisment