બાબુમોશાય નું નામ ફરી ગુંજશે, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદની રિમેક બનશે

વર્ષ 1971માં આવેલી બોલીવુડની જાણીતી ફિલ્મ આનંદ ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે મોટા પડદા પર પ્રદર્શિત થશે.

New Update

વર્ષ 1971માં આવેલી બોલીવુડની જાણીતી ફિલ્મ આનંદ ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે મોટા પડદા પર પ્રદર્શિત થશે. તાજેતરના અહેવાલો અનુસાર, હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદની રિમેક બનાવવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ફિલ્મ આનંદની રિમેક બનશે! રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની કલ્ટ ક્લાસિક ફિલ્મ આજની સ્ટોરીલાઇનને ધ્યાનમાં રાખીને રિમેક કરવામાં આવશે. આ ફિલ્મ મૂળ નિર્માતા, NC સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પી અને નિર્માતા વિક્રમ ખખ્ખર દ્વારા રિમેક કરવા માટે તૈયાર છે. જ્યારે ફિલ્મ સ્ક્રિપ્ટીંગ સ્ટેજ પર છે, મેકર્સે હજુ દિગ્દર્શકને ફાઇનલ કરવાનું બાકી છે.