અક્ષય કુમારનો આજે 56મો જન્મદિવસ, ત્યારે ફેન્સને આપી અનોખી ભેટ, ફિલ્મ ‘વેલકમ 3’ નું ટીઝર કર્યું રીલીઝ....

આજે અક્ષય કુમાર પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ અવસર પર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ વેલકમ 3 નું ટીઝર રીલીઝ કરવાની જાહેરાત કરી હતી.

New Update

આજે અક્ષય કુમાર પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ અવસર પર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ વેલકમ 3 નું ટીઝર રીલીઝ કરવાની જાહેરાત કરી હતી. તેને પોતાના એકાઉન્ટ પર વેલકમ 3નો પ્રોમો રિલિઝ કર્યો હતો. લોકપ્રિય 'વેલકમ' ફ્રેન્ચાઈઝીના નિર્માતાઓ ત્રીજી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને તૈયાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, લારા દત્તા, અરશદ વારસી, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, કીકુ શારદા સહિત ઘણા નવા સ્ટાર કલાકારો જોવા મળશે.

એ વાત તો નોંધનીય જ છે કે અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર અને નાના પાટેકર અભિનીત કોમેડી ફિલ્મ 'વેલકમ' સુપરહિટ સાબિત થઈ હતી. આ બાદ 'વેલકમ 2' બનાવવામાં આવી હતી, જેમાં નાના પાટેકર અને અનિલ કપૂર સાથે જ્હોન અબ્રાહમ જોવા મળ્યા હતા. હવે 'વેલકમ 3'ની જાહેરાત કરવામાં આવી છે અને અક્ષય કુમાર ફિલ્મના ત્રીજા ભાગમાં વાપસી કરી રહ્યો છે.

Latest Stories