સારા અલી ખાનની સિઝલિંગ લૂકમાં તસવીરો આવી સામે
સારા અલી ખાનની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેને જોઈને લોકો સારાના આ નવા અવતારને જોઈને દંગ રહી ગયા.
BY Connect Gujarat9 Jan 2022 9:17 AM GMT

X
Connect Gujarat9 Jan 2022 9:17 AM GMT
અભિનેત્રી સારા અલી ખાન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રેમાં તેના પાત્ર અને અભિનયને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાનની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેને જોઈને લોકો સારાના આ નવા અવતારને જોઈને દંગ રહી ગયા.
સારા તેના લુક અને ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં સારા મલ્ટીકલર સાડીમાં જોવા મળી છે તો ક્યારેક ચિકંકરી કુર્તા સેટમાં. તે ઘણા પ્રસંગોએ ભારતીય પરંપરાગત કપડામાં જોવા મળી છે, પરંતુ જ્યારે પણ સારા તેના વેસ્ટર્ન લુકમાં આવે છે, તેના ગ્લેમરને જોઈને કોઈ માની શકતું નથી કે તે એ જ સારા છે, જે સાડીમાં પણ જોવા મળે છે. સારાનું તાજેતરનું બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ પણ સાબિત કરે છે કે સારા બોલ્ડનેસની બાબતમાં ઓછી નથી. સારાના નવા ફોટોશૂટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
Next Story