Connect Gujarat
ફેશન

હેર ફોલ કંટ્રોલ કરીને વાળનો ગ્રોથ વધારે છે ‘અરીઠાનું શેમ્પૂ’, આ રીતે ઘરે બનાવો..બીજા પણ ફાયદા થશે

અરીઠા શેમ્પૂ વિશે અને ફટાફટ નેચરલી રીતે ઘરે બનાવો. આ શેમ્પૂથી તમે હેર વોશ કરો છો તો વાળ મસ્ત સિલ્કી, શાઇની અને ફટાફટ ગ્રોથ વધવા લાગે છે.

હેર ફોલ કંટ્રોલ કરીને વાળનો ગ્રોથ વધારે છે ‘અરીઠાનું શેમ્પૂ’, આ રીતે ઘરે બનાવો..બીજા પણ ફાયદા થશે
X

વાળમાં કેમિકલ શેમ્પૂનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે સમય કરતા પહેલા વાળ સફેદ થવા, રફ થઇ જવા, ગ્રોથ અટકી જવો. આ પ્રકારની અનેક સમસ્યાઓ રહેતી હોય છે. વાત કરવામાં આવે તો આજના આ સમયમાં અનેક લોકો એવું માનતા હોય છે કે મોંઘુ શેમ્પૂ વાળ માટે સારું. તમે પણ કંઇક આવું વિચારો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમને જણાવી દઇએ કે આ ટાઇપના શેમ્પૂ સમય જતા વાળને અનેક રીતે નુકસાન કરી શકે છે. આ સમયે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે આખરે હેર વોશ કરવા માટે કયુ શેમ્પૂ સારું? કયા શેમ્પૂથી હેર વોશ કરવાથી હેર ફોલ કંટ્રોલ થાય છે, ગ્રોથ વધે છે અને સાથે સિલ્કી પણ થાય છે? તમારા મનમાં આ ટાઇપના અનેક પ્રશ્નો ચાલી રહ્યા છે તો ખાસ જાણો આ અરીઠા શેમ્પૂ વિશે અને ફટાફટ નેચરલી રીતે ઘરે બનાવો. આ શેમ્પૂથી તમે હેર વોશ કરો છો તો વાળ મસ્ત સિલ્કી, શાઇની અને ફટાફટ ગ્રોથ વધવા લાગે છે.

અરીઠા શેમ્પૂ બનાવવાની રીત:-

અરીઠા શેમ્પૂ બનાવવા માટે સૌ પ્રથમ અરીઠા લો અને એને પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. પછી સવારમાં તમે જોશો તો પાણી અડધુ ચુસાઇ ગયુ હશે. અરીઠામાં થોડુ પાણી નાખીને ગેસ પર ગરમ કરવા માટે મુકો. ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો. આ પાણીને શેમ્પૂની બોટલમાં ભરી લો અને ઉપયોગમાં લો. આ શેમ્પૂ બનાવવામાં કોઇ જ પ્રકારની વધારાની મહેનત નથી.

અરીઠા શેમ્પૂ યુઝ કરવાના ફાયદા:-

· અરીઠા શેમ્પૂ લગાવવાથી વાળમાં ખોડો અને હેર ફોલની સમસ્યા દૂર થાય છે.

· અરીઠા શેમ્પૂનો ઉપયોગ તમે હેર વોશ માટે કરો છો તો વાળમાં આવતી ખંજવાળ દૂર થાય છે.

· અરીઠા શેમ્પૂમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે સ્કેલ્પના પીએચ લેવલને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે.

· અરીઠા શેમ્પૂ સ્કેલ્પને હેલ્ધી બનાવે છે અને સાથે વાળનો ગ્રોથ પણ ફટાફટ વધારે છે.

Next Story