વડોદરા : સીટી બસના ચાલકો સુધારવાનું નામ જ લેતા નથી, જુઓ આ વીડિયો

New Update

શહેરના સેન્ટ્રલ એસટી ડેપોથી તાજમહલ ખાતેના સીટી બસ ડેપોમાં ત્રણ દિવસ પહેલા એસટી ચાલકની નિષ્કાળજીના કારણે કોલેજીયન વિદ્યાર્થિનીનું કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં વડોદરા શહેરના માર્ગ ઉપર સ્કૂલનો બસચાલક મોબાઈલ ફોન વાત કરતા બસ ચલાવી રહ્યો હતો. શહેર ટ્રાફિક પોલીસે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર વિડિયો શેર કરીને લખ્યું હવે બસ કરો.

Advertisment

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં સિટી એસ.ટી. ડેપોમાં સિટી બસના ચાલકની નિષ્કાળજીના કારણે સુરતની યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પોલીસ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું. અલબત્ત આ બનાવ અંગે એન.એસ.યુ.આઇ. દ્વારા મૃતક યુવતીના પરિવારજનોને વળતર આપવાની માંગ સાથે આદોલન કરી રહ્યા છે. આજે પણ દેખાવો કર્યા હતા. અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસે જાહેનામાના ભંગ બદલ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

વડોદરા નજીક આવેલ એક કોલેજના વિદ્યાર્થીઓ માટેની બસનો ચાલક મોબાઇલ ફોન ઉપર વાત કરતા બસ ચલાવતો હોઇ, શહેરમાં પોલીસ તંત્ર દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જે વિડીયો શહેર ટ્રાફિક પોલીસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર શેર કર્યો હતો. અને લખ્યું હતું કે, હવે બસ કરો....

નોધનીય બાબત એ છે કે, અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ક્યારેક વાહન ચાલની ભૂલ હોય છે. તો ક્યારેક અકસ્માતનો ભોગ બનનારની પણ હોય છે. ત્યારે, બંને પક્ષે સાવધાની રાખવામાં આવે તો અકસ્માત નિવારી શકાય છે.

Advertisment